શારદીય નવરાત્રિ 2020 ઘટસ્થાપન મુહૂર્ત


શનિવાર, 17 ઓક્ટોબર, 2020થી શારદીય નવરાત્રિનો આરંભ થશે. સૂર્યોદય થયાનાં પહેલાં ચાર કલાકની અંદર ઘટસ્થાપન કરવું શુભ રહે છે. આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાય છે. શાસ્ત્રો અનુસાર શક્ય હોય ત્યાં સુધી ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગનો સમયકાળ ઘટસ્થાપન દરમિયાન ટાળવો જોઈએ. જો કે એ બાબતે નિષેધ ફરમાવવામાં આવ્યો નથી. આ વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિના આરંભે સવારે 11.52 કલાક સુધી ચિત્રા નક્ષત્ર પ્રવર્તે છે. જો કે સદભાગ્યે અભિજીત મુહૂર્તકાળ દરમિયાન ચિત્રા નક્ષત્રની સમાપ્તિ થઈ જાય છે. જેને લીધે ચિત્રા નક્ષત્રનો સમયગાળો ટાળવો શક્ય બન્યો છે. આ બાબતને ધ્યાનમાં લઈને શ્રેષ્ઠ અને શુદ્ધ એવું અભિજીત મુહૂર્ત ઘટસ્થાપન માટે આપેલ છે. 

ચોઘડિયાં અનુસાર મુહૂર્ત આપેલ છે. પરંતુ ચોઘડિયાં અનુસાર ઘટસ્થાપન કરવા અંગે શાસ્ત્રો સલાહ આપતાં નથી. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી બપોર બાદ ઘટસ્થાપન કરવાનું પણ ટાળવું જોઈએ. 


પ્રતિપદા તિથિ આરંભ: 01.00 AM, ઓક્ટોબર 17, 2020

પ્રતિપદા તિથિ અંત: 09.08 PM, ઓક્ટોબર 17, 2020 


ચિત્રા નક્ષત્ર આરંભ: 02.58 PM, ઓક્ટોબર 16, 2020

ચિત્રા નક્ષત્ર અંત: 11.52 AM, ઓક્ટોબર 17, 2020 


ઘટસ્થાપન માટે 17 ઓક્ટોબર, 2020ના મુહૂર્ત 


રાજકોટ: 12.09 PM થી 12.55 PM

 

ચોઘડિયાં અનુસાર:

સવારે 08.11 AM થી 09.38 AM

બપોરે 01.59 PM થી 04.53 PM

સાંજે 06.20 PM થી 07.53 PM

 

અમદાવાદ: 12.02 PM થી 12.48 PM

 

ચોઘડિયાં અનુસાર:

સવારે 08.04 AM થી 09.31 AM

બપોરે 01.52 PM થી 04.45 PM

સાંજે 06.12 PM થી 07.45 PM

 

વડોદરા: 11.59 AM થી 12.45 PM

 

ચોઘડિયાં અનુસાર:

સવારે 08.01 AM થી 09.28 AM

બપોરે 01.49 PM થી 04.43 PM

સાંજે 06.10 PM થી 07.43 PM

 

સુરત: 12.01 PM થી 12.47 PM

 

ચોઘડિયાં અનુસાર:

સવારે 08.02 AM થી 09.29 PM

બપોરે 01.51 PM થી 04.45 PM

સાંજે 06.13 PM થી 07.45 PM

 

મુંબઈ: 12.00 PM થી 12.47 PM   

 

ચોઘડિયાં અનુસાર:

સવારે 08.01 AM થી 09.28 AM

બપોરે 01.51 PM થી 04.46 PM

સાંજે 06.14 PM થી 07.46 PM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા