વિક્રમ સંવત ૨૦૭૬ (૨૦૧૯-૨૦૨૦)માં રાશિ અનુસાર પનોતી

નવગ્રહોમાં શનિ મહારાજ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કહેવાય છે કે કળિયુગમાં શનિનો પ્રભાવ સૌથી વધુ છે. શનિના પિતા સૂર્ય અને માતા છાયા છે. આથી શનિ છાયાસુત’, છાયાનંદનકે સૂર્યપુત્રતરીકે પણ ઓળખાય છે. સામાન્ય લોકોમાં શનિ અને શનિની પનોતીને લઈને ઘણાં બધાં ભ્રમ અને માન્યતાઓ છે. શનિ મહારાજ ક્યારેય કારણ વગર કોઈ મનુષ્યને દંડ આપતાં નથી. જે મનુષ્યએ પૂર્વજન્મમાં શુભ કર્મો કર્યા હોય તેને લાભ આપે છે. જ્યારે પૂર્વજન્મમાં અશુભ અને પાપકર્મો કરનારને આ જન્મમાં શનિની મહાદશા, સાડાસાતી પનોતી અને નાની પનોતી અશુભ ફળ પ્રદાન કરે છે.

પનોતી એટલે શું? જ્યારે જન્મનાં ચંદ્ર/રાશિથી ૧૨, ૧ અને ૨ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે તેને મોટી પનોતી અથવા સાડાસાતી આવી એમ કહેવાય છે. શનિને એક રાશિમાંથી પસાર થતાં લગભગ અઢી વર્ષ લાગે છે. આમ ત્રણ સ્થાનમાંથી પસાર થતાં શનિને સાડા સાત વર્ષ લાગે છે. આથી તેને સાડાસાતી કહેવાય છે. શનિ જ્યારે બારમે આવે ત્યારે માથા પર, પહેલે આવે ત્યારે છાતી પર અને બીજે આવે ત્યારે પગ પર પનોતી આવી એમ કહેવાય. આ સિવાય જ્યારે જન્મનાં ચંદ્ર/રાશિથી ૪ અને ૮ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે નાની પનોતી આવી એમ કહેવાય છે. જેનો સમયગાળો અઢી વર્ષનો હોય છે.

નાની પનોતી અઢી વર્ષ જેટલાં સમયની હોય છે. આ અઢી વર્ષના ત્રણ સરખાં ભાગ કરીએ તો ૧૦ મહિના માથે પનોતી, ૧૦ મહિના છાતીએ પનોતી અને ૧૦ મહિના પગે પનોતી ગણાય.

શનિની સાડાસાતી પનોતીનો સમયગાળો ૭ વર્ષ અને ૬ માસ જેટલો હોય છે. એટલે લગભગ ૨૭૦૦ દિવસ થાય. આ ૨૭૦૦ દિવસનો પ્રભાવ શરીરના વિવિધ અંગો પર કઈ રીતે પડે છે તે સૂક્ષ્મતાપૂર્વક જોઈએ.

૧૦૦ દિવસ – શનિનો પ્રભાવ મુખ પર રહે છે. આ સમય હાનિકારક રહે છે.

૧૦૧થી ૫૦૦ દિવસ (૪૦૦ દિવસ) – શનિ જમણાં હાથ પર રહે છે. આ સમય લાભ, સિદ્ધિ તથા વિજય આપનાર હોય છે.

૫૦૧થી ૧૧૦૦ દિવસ (૬૦૦ દિવસ) – શનિ પગ પર રહે છે. આ સમય યાત્રાઓ કરાવનાર હોય છે.

૧૧૦૧થી ૧૬૦૦ દિવસ (૫૦૦ દિવસ) – શનિ પેટ પર રહે છે. આ સમય લાભદાયક, સિદ્ધિદાયક તેમજ દરેક કાર્યોમાં સફળતા પ્રદાન કરનાર હોય છે.

૧૬૦૧થી ૨૦૦૦ દિવસ (૪૦૦ દિવસ) – શનિ ડાબા હાથ પર રહે છે. આ સમય દરમિયાન રોગ, કષ્ટ, હાનિ વગેરે થવાની સંભાવના રહે છે.

૨૦૦૧થી ૨૩૦૦ દિવસ (૩૦૦ દિવસ) – શનિ મસ્તક પર રહે છે. આ સમય લાભપ્રદ તેમજ સરકારી કાર્યોમાં સફળતા પ્રદાન કરનાર હોય છે.

૨૩૦૧થી ૨૫૦૦ દિવસ (૨૦૦ દિવસ) – શનિ આંખો પર રહે છે. આ સમય સુખદાયક અને સૌભાગ્યકારક હોય છે.

૨૫૦૧થી ૨૭૦૦ દિવસ (૨૦૦ દિવસ) – શનિ ગુદા પર રહે છે. આ સમય દુ:ખદાયી હોય છે.

આ ઉપરાંત શનિના શુભ-અશુભ પ્રભાવને જાણવાં માટે પાયાનો વિચાર કરવામાં આવે છે. પાયાનો વિચાર ચંદ્ર પરથી કરવામાં આવે છે. પનોતી એ ચંદ્ર સાથે સંબંધિત હોવાથી અને ચંદ્ર આપણાં મનને અસર કરનારો ગ્રહ હોવાથી પનોતી શરૂ થાય ત્યારે ચંદ્ર ની સ્થિતિ જોવાય છે. પનોતીનાં પ્રારંભ સમયે ગોચરનો ચંદ્ર જન્મનાં ચંદ્રથી ક્યાં સ્થાને છે તેના પરથી પનોતીનો પાયો નક્કી થાય છે. આ પાયાને આધારે પનોતી અનુકૂળ રહેશે કે પ્રતિકૂળ તે જાણી શકાય છે.

શનિ જ્યારે રાશિ બદલે ત્યારે એટલે કે પનોતી શરૂ થાય ત્યારે જો ગોચરનો ચંદ્ર જન્મનાં ચંદ્રથી ૩, ૭ કે ૧૦ સ્થાન સ્થિત હોય તો તાંબાનો પાયો ગણાય છે. આ પાયો અનુકૂળ ગણાય છે અને પનોતીનાં પ્રતિકૂળ પ્રભાવને કંઈક અંશે સહ્ય બનાવે છે. આ પાયાને લક્ષ્મીદાયક અને ઉત્તમ માનવામાં આવ્યો છે.

જન્મનાં ચંદ્રથી ગોચરનો ચંદ્ર ૨, , કે ૯ સ્થાન સ્થિત હોય તો રૂપાનો પાયો ગણાય છે. આ પાયો પણ ધનદાયક છે, જે ઉત્તમ નથી પણ રાહતરૂપ છે.

જન્મનાં ચંદ્રથી ગોચરનો ચંદ્ર ૧, ૬ કે ૧૧ સ્થાને સ્થિત હોય તો સોનાનો પાયો ગણાય છે. આ પાયો માનસિક રીતે પ્રતિકૂળ રહે છે અને ચિંતા કરાવે છે.

જન્મનાં ચંદ્રથી ગોચરનો ચંદ્ર ૪, ૮ કે ૧૨ સ્થાને સ્થિત હોય તો લોઢાનો પાયો ગણાય છે, જે પ્રતિકૂળ છે અને પનોતી કષ્ટપ્રદ પસાર થાય છે.

માર્ગી થઈને ધનુ રાશિમાં શનિ

વિક્રમ સંવત ૨૦૭૪માં તા.૨૬.૧૦.૨૦૧૭ના રોજ શનિ મહારાજે માર્ગી થઈને ધનુ રાશિમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે ચંદ્ર ધનુ રાશિમાં હતો. ધનુ રાશિમાં શનિ તા.૨૪.૦૧.૨૦૨૦ સુધી રહેશે. ત્યાં સુધી અલગ-અલગ રાશિઓની પનોતી નીચે મુજબ રહેશે.

વૃશ્ચિક (ન, ય): સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો રૂપાના પાયે પગે ચાલી રહ્યો છે.

ધનુ રાશિ (ભ, , , ઢ): સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતીએ ચાલી રહ્યો છે.

મકર (ખ, જ): સાડાસાતી પનોતીનો પહેલો તબક્કો લોઢાના પાયે માથે ચાલી રહ્યો છે.

કન્યા (પ, , ણ): નાની અઢી વર્ષની પનોતી લોઢાનાં પાયે ચાલી રહી છે.

વૃષભ (બ, , ઉ): નાની અઢી વર્ષની પનોતી લોઢાનાં પાયે ચાલી રહી છે.

મકર રાશિમાં શનિ

વિક્રમ સંવત ૨૦૭૬માં તા.૨૪.૦૧.૨૦૨૦ના રોજ શનિ મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે. તે સમયે ચંદ્ર મકર રાશિમાં હશે. આ સાથે અલગ-અલગ રાશિઓને નીચે મુજબ પનોતી શરૂ થશે.

ધનુ (ભ, , , ઢ): આ રાશિને સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો રૂપાના પાયે પગે શરૂ થશે.

મકર (ખ, જ): આ રાશિને સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતીએ શરૂ થશે.

કુંભ (ગ, , , ષ): આ રાશિને સાડાસાતી પનોતીનો પહેલો તબક્કો લોઢાના પાયે માથે શરૂ થશે.

તુલા (ર, ત): આ રાશિને નાની અઢી વર્ષની પનોતી લોઢાના પાયે શરૂ થશે.

મિથુન (ક, , ઘ): આ રાશિને નાની અઢી વર્ષની પનોતી લોઢાના પાયે શરૂ થશે.

પનોતીથી ડરવાની જરૂર નથી. પનોતી દરેકને માટે અને દરેક વખતે ખરાબ પસાર થાય એ જરૂરી નથી. જન્મનાં ગ્રહો અને દશા-મહાદશા પર પનોતીનાં ફળનો આધાર રહે છે. જો સૂર્ય કે રાહુની દશા હશે તો અશુભ ફળ વધુ મળશે. જન્મનો સૂર્ય પણ જો શનિની દ્રષ્ટિમાં આવતો હોય તો પનોતી વધુ તક્લીફદાયક પસાર થાય છે. જો જન્મના ચંદ્ર અને શનિ શુભ યોગમાં હશે તો પનોતીના અશુભ ફળમાં રાહત મળશે. હનુમાનજીની આરાધના કરવાથી પનોતીની પ્રતિકૂળ અસર હળવી કરી શકાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા