બાર રાશિઓ અને સ્વાર્થીપણું


મેષ: સામાન્ય રીતે સ્વાર્થી હોતા નથી. પરંતુ તેમનો પહેલાં હું’, ‘પહેલાં મનેઅભિગમ તેમનાં વ્યક્તિત્વને સ્વાર્થી દર્શાવે છે.

વૃષભ: સારો સ્વભાવ ધરાવનાર હોય છે. પરંતુ ભૌતિકવાદી હોય છે. આળસુ પ્રકૃતિ હોવાને લીધે સહેલાં અને આરામદાયક રસ્તાઓ શોધે છે. જે ઘણીવાર તેમને લાલચુ અને સ્વાર્થી રીતે રજૂ કરે છે.

મિથુન: બાલિશ રીતે સ્વાર્થીપણું ધરાવે છે.

કર્ક: સામાન્ય રીતે નિ:સ્વાર્થી હોય છે. પરંતુ જો તેમનો રાશિસ્વામી ચંદ્ર પાપગ્રહ શનિથી પીડિત હોય તો ઘણાં સ્વાર્થી બની જાય છે.

સિંહ: નિ:સ્વાર્થી, ઉદાર અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર હોય છે. પરંતુ તેમને આકર્ષણના કેન્દ્ર બનવું, સ્પોટલાઈટમાં રહેવું પસંદ હોય છે. જે તેમને સ્વાર્થી રીતે રજૂ કરે છે.

કન્યા: સ્વકેન્દ્રી હોય છે. તેઓ દુનિયા અને આસપાસની પરિસ્થિતિને સંપૂર્ણ અને ખામીરહિત જોવા માગે છે. આથી અન્યોની ટીકા કરવાનું વલણ ધરાવે છે. જે તેમને સ્વાર્થી રીતે રજૂ કરે છે.  

તુલા: પ્રમાદી, જિંદગીના દુ:ખભર્યા હિસ્સાને પસંદ કરતાં નથી. કોઈ પણ કાર્ય એકલાં કરવું પસંદ કરતાં નથી. કાર્યો માટે અન્યોના સાથ પર આધાર રાખવાની પ્રકૃતિ સ્વાર્થી રીતે રજૂ કરે છે. 

વૃશ્ચિક: અતિશયોક્તિ ધરાવનારી રાશિ છે. જે લોકો તેમને નથી ગમતાં તેમના માટે અતિસ્વાર્થી, ઈર્ષ્યાળુ અને શંકાશીલ હોય છે. જે લોકો ગમે છે તેમના માટે નિ:સ્વાર્થ થઈને પોતાને જીવ પણ હાજર કરી દે છે.

ધનુ: આર્થિક મદદ કરવામાં ઉદાર હોય છે. પરંતુ પોતાની સ્વતંત્રતાના ચાહક હોય છે. જે તેમનાં વ્યક્તિત્વને સ્વાર્થી રીતે રજૂ કરી શકે છે.

મકર: સ્વસુરક્ષા પ્રત્યે જાગૃત, હ્રદયથી વર્તવાને બદલે નિયમો અનુસાર વર્તે છે. બીજાં માટે જેટલું કામ કરવું પડે તેમ હોય કે કરવાની ફરજ હોય તેટલું જ કરે છે, એથી વધુ નહિ. જે તેમને સ્વાર્થી બનાવે છે. 

કુંભ: આદર્શો અને સામાજીક કારણ માટે નિ:સ્વાર્થ સેવા કરે. પરંતુ વ્યક્તિગત બાબતો માટે સ્વાર્થી બની શકે.

મીન: સારો સ્વભાવ ધરાવનારી નિ:સ્વાર્થ રાશિ છે. પરંતુ ઘણીવાર તેઓ પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખી શકતાં નથી. જે તેમને સ્વકેન્દ્રી અને સ્વાર્થી રીતે રજૂ કરી શકે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા