નક્ષત્ર ગોચર ભ્રમણ અનુસાર શનિનું ફળ


નક્ષત્ર ગોચર ભ્રમણ અનુસાર શનિ કેવું ફળ આપશે? શનિ ગોચરમાં જે નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો હોય ત્યાંથી ગણવાનું શરૂ કરીને તમારાં જન્મરાશિનાં નક્ષત્ર સુધી ગણતરી કરો. જે નક્ષત્ર સંખ્યા આવશે તેના આધારે નીચે મુજબ ફળ તંત્રવિદોએ દર્શાવેલ છે. (હાલ ગોચરમાં શનિ મૂળ નક્ષત્રમાંથી ભ્રમણ કરી રહ્યો છે. મૂળ નક્ષત્રથી તમારાં જન્મનક્ષત્ર સુધી ગણતરી કરી ફળ જાણો) નક્ષત્રના નામ અને ક્રમ જાણવા માટે જુઓ લેખ 'નક્ષત્ર'. 

1 નક્ષત્ર: શનિ મુખમાં, માનસિક ચિંતા અને કષ્ટ રખાવે પરંતુ સરવાળે કલ્યાણકારી

2-3 નક્ષત્ર: શનિ મુખદ્વારમાં, શારીરિક અસ્વસ્થતા રખાવે પરંતુ યોગ્ય ઈલાજથી સાજા થવાય.

4-5 નક્ષત્ર: શનિ આંખોમાં, લાભ, પ્રગતિ, સન્માન અને યશની પ્રાપ્તિ

6-7-8 નક્ષત્ર: શનિ મસ્તિષ્કમાં, રાજસન્માન, પ્રગતિ, બઢતી

9-10-11-12 નક્ષત્ર: શનિ ભુજાઓમાં, શારીરિક કષ્ટ, સાવધાની રાખવી જરૂરી

13-14-15-16-17 નક્ષત્ર: શનિ હ્રદયમાં, સુખ, વ્યવસાયમાં પ્રગતિ, લાભ, આવકમાં વધારો

18-19-20 નક્ષત્ર: શનિ જમણા પગમાં, પરાધીનતા, પરિશ્રમ

21-22-23 નક્ષત્ર: શનિ ડાબા પગમાં, પરિશ્રમ, કઠીન સમય, પરવશતા

24-25-26-27 નક્ષત્ર: શનિ પાનીમાં, પરિશ્રમ પણ એકંદરે ફળદાયી, સેવા કરે, ધર્મ-મોક્ષ-દાન કરે. શનિ અશુભ દ્રષ્ટ હોય તો વ્યસન, જુગાર કે બંધનને લીધે વ્યય થાય.   

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા