બાર રાશિઓનું ક્ષમા પ્રદાન કરવાનું વલણ

મેષ: ક્રોધી અને રૂક્ષ પ્રકૃતિ ધરાવે છે. ઝડપથી ગુસ્સે થાય છે. પરંતુ ઝડપથી શાંત પણ થઈ જાય છે અને વાતને ભૂલીને ક્ષમા પ્રદાન કરી શકે છે.

વૃષભ: સંયમિત, નિર્લિપ્ત અને નાની-નાની બાબતોથી જલ્દીથી વિચલિત નહિ થનારી રાશિ છે. ભાગ્યે જ ગુસ્સે થાય છે. પરંતુ એક વાર જો ગુસ્સે થાય કે દુ:ખી થાય તો જલ્દીથી માફ કરી શકતાં નથી.

મિથુન: બૌદ્ધિક અને ચર્ચાપ્રિય રાશિ છે. તેમને તમારી વાત કે મુદ્દો ચર્ચા કરીને સમજાવો. વાતચીતના દ્વાર બંધ નહિ કરો અને તમને સહેલાઈથી ક્ષમાની પ્રાપ્તિ થઈ જશે.

કર્ક: સંવેદનશીલ, લાગણીશીલ અને સહાનુભૂતિપૂર્ણ પ્રકૃતિ ધરાવતી રાશિ છે. લાગણી કે સહાનુભૂતિમાં આવી જઈને માફ કરી શકે છે.

સિંહ: પોતાની જાતને હંમેશા સાચાં માને છે. ટીકાઓ સ્વીકારી શકતાં નથી. તેમની પાસેથી ક્ષમા ચાહવા ઘણાં પ્રયત્નો કરવા પડશે. અંતે જો તમે એમને વફાદાર હશો તો ક્ષમાની પ્રાપ્તિ થઈ જશે.

કન્યા: દરેક બાબતનું વિશ્લેષણ કરવું અને નિરિક્ષણ કરવું એ તેમનો સ્વભાવ છે. માફ તો કરી દેશે પરંતુ તમે ક્યાં ભૂલ કરી હતી તેનું વિશ્લેષણ કરીને દલીલો અને ફરિયાદો કર્યા કરશે.

તુલા: દરેક સંબંધમાં સંવાદિતા બનાવી રાખવા ઈચ્છે છે. હંમેશા સુખ-શાંતિને ચાહનારા અને કોઈ પણ ભોગે શાંતિ બનાવી રાખવા ઈચ્છનારા હોય છે. સંઘર્ષ ટાળવાં માટે માફ કરી જ દેશે.

વૃશ્ચિક: ડંખીલો સ્વભાવ અને વૈરવૃતિ ધરાવનારા હોય છે. પોતાની સાથે થયેલો અન્યાય કે ગેરવર્તન ભૂલી શકતાં નથી. તેમની પાસેથી માફીની પ્રાપ્તિ થવી અશક્ય છે, સિવાય કે તમે ભાગ્યશાળી હો!

ધનુ: ધાર્મિક અને ફિલોસોફિકલ રાશિ છે. સજા કરનારો ઈશ્વર છે એમ માનીને તમને ક્ષમા પ્રદાન કરી શકે છે. બધું ભૂલીને નવેસરથી સંબંધની શરૂઆત કરે છે. 

મકર: દરેક બાબતમાં ટીકા કરવાનો, નબળી બાજુ જોવાનો સ્વભાવ ધરાવે છે. નકારાત્મક અને નિરાશાવાદી વલણ ધરાવે છે. તેમના માટે ક્ષમા પ્રદાન કરવી સહેલી હોતી નથી.

કુંભ: દરેક બાબતમાં જોઈ-વિચારીને અને સંભાળીને આગળ વધે છે. તમે જો તમારાં પ્રયત્નોમાં મંડ્યા રહો અને તેમને યોગ્ય કારણો આપીને સમજાવો તો ધીમે-ધીમે તેઓ સમજશે અને તમને માફ કરી દેશે.

મીન: કરુણામય અને ઉદાર વ્યક્તિત્વ ધરાવનારી રાશિ છે. લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે. સહેલાઈથી બિનશરતી ક્ષમા પ્રદાન કરી શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા