Propose Day 2018 - પ્રેમનો પ્રસ્તાવ રજૂ કરવાનો યોગ્ય સમય


Propose day special tip: પ્રેમનો પ્રસ્તાવ રજૂ કરવા માટે જ્યોતિષની દ્રષ્ટિએ યોગ્ય સમય ક્યો રહે? તમારા મનની વાત પ્રિય પાત્રને કહેવા માટે શુક્રવાર એ સૌથી શ્રેષ્ઠ દિવસ છે. ત્યારબાદ સોમવારનો દિવસ અનુકૂળ રહે. તેમાં પણ આ દિવસોએ શુક્ર કે ચંદ્રની હોરામાં લાગણીઓ વ્યક્ત કરવી સરળ અને શુભ રહે. (હોરા કઈ રીતે જોવી તે માટે જુઓ લેખ ચોઘડિયાં અને હોરા) શુક્ર એ પ્રેમ અને લગ્નનો કારક ગ્રહ છે. ચંદ્ર લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગોચરમાં ચંદ્ર જ્યારે શુક્રની રાશિ વૃષભમાં અને સ્વનક્ષત્ર રોહિણીમાંથી પસાર થઈ રહ્યો હોય તે સમય પણ પ્રેમ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઉપયુક્ત રહે. તમારી કુંડળીમાં પંચમસ્થાન, પંચમેશ કે શુક્ર પરથી પસાર થઈ રહેલો ચંદ્ર પ્રેમ પ્રસ્તાવ રજૂ કરવા માટે આતુર બનાવી શકે છે. તેમાં પણ જો પંચમસ્થાન કે પંચમેશ પરથી શુક્ર પણ પસાર થઈ રહ્યો હોય તો ઉત્તમ !! ગોચરમાં રચાતી ચંદ્ર અને શુક્રની યુતિ હંમેશા પ્રેમીજનોને મદદરૂપ સાબિત થાય છે. મંગળવારે અને શનિવારે કે મંગળ અને શનિની હોરામાં પ્રેમ પ્રસ્તાવ રજૂ કરવાનું ટાળવું જોઈએ. પ્રેમની નાજુક લાગણીઓ વ્યક્ત કરવા માટે નાજુક સ્ત્રીત્વ અને જળતત્વ ધરાવતાં શુક્ર અને ચંદ્ર જ શ્રેષ્ઠ રહે.

નોંધ લેશો કે ઉપર આપેલી માહિતી સ્થૂળ છે. ચોકસાઈપૂર્વક સમય નક્કી કરવા માટે વ્યક્તિગત કુંડળીનો અભ્યાસ જરૂરી છે.

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
અેક તરફિ પ્રેમ અને શું કરવાથી સામેની વ્યક્તિને આ
અંગે મનાવી શકાય અે અંગે જયોતિષમાં સમજાવવાશો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા