રાશિઓની વિશેષતાઓ

કાન્તિવૃત એટલે કે સૂર્યનો ભ્રમણમાર્ગ ૩૬૦ અંશનો બનેલો છે. આ કાન્તિવૃતનાં આરંભબિંદુથી ૩૦ અંશનો એક એવાં ૧૨ એકસરખાં વિભાગ પાડવામાં આવ્યા છે. આ દરેક વિભાગ "રાશિ" તરીકે ઓળખાય છે. ૧૨ રાશિઓના નામો નીચે મુજબ છે.


















































































રાશિ નામાક્ષરચિહ્નપદ
૧. મેષ અ, લ, ઈઘેટુંચતુષ્પદ્
૨. વૃષભ બ, વ, ઉબળદ ચતુષ્પદ્
૩. મિથુન ક, છ, ઘગદાધારી નર,વીણાયુક્ત સ્ત્રીદ્વિપદ્
૪. કર્ક ડ, હકરચલો બહુપદ્
૫. સિંહ મ, ટ સિંહ ચતુષ્પદ્
૬. કન્યા પ, ઠ, ણકુમારિકા દ્વિપદ્
૭. તુલા ર, તત્રાજવાધારી પુરુષ દ્વિપદ્
૮. વૃશ્ચિક ન, યવીંછી બહુપદ્
૯. ધનુ ભ, ફ, ધ, ઢધનુર્ધારી અર્ધમાનવ અર્ધઅશ્વ દ્વિપદ્/ચતુષ્પદ્
૧૦. મકર ખ, જ મૃગના મોઢાવાળી મગર ચતુષ્પદ્/પદરહિત
૧૧. કુંભ ગ, શ, સકુંભધારી માનવ દ્વિપદ્
૧૨. મીન દ, ચ, ઝ, થબે માછલીઓ પદરહિત



મનુષ્ય રાશિ - મિથુન, કન્યા, તુલા, ધનુનો પૂર્વાર્ધ, કુંભ

ચતુષ્પાદ રાશિ - મેષ, વૃષભ, સિંહ, ધનુનો ઉત્તરાર્ધ, મકરનો પૂર્વાર્ધ

જળચર રાશિ - કર્ક, મકરનો ઉત્તરાર્ધ, મીન

કીટ રાશિ – વૃશ્ચિક

રાશિઓનાં ચિહ્ન યાદ રાખીને બરાબર સમજશો તો રાશિઓનું પદ પ્રમાણેનું વર્ગીકરણ સહેલાઈથી યાદ રહી જશે. પ્રાણીઓનાં ચિહ્ન ધરાવતી રાશિઓ ચતુષ્પદ, મનુષ્ય ચિહ્ન ધરાવતી રાશિઓ દ્વિપદ અને ચારથી વધુ પગ ધરાવતા પ્રાણીનાં ચિહ્ન ધરાવતી રાશિઓ બહુપદ છે.

જેટલાં પગ વધુ તેટલું પૃથ્વી સાથેનું જોડાણ મજબૂત. પૃથ્વી સાથેનું જોડાણ એટલે કે સંસાર અને મોહ-માયા સાથેનું જોડાણ. બારમી રાશિ મીન પદરહિત છે, એટલે કે મોહ - માયાનું વળગણ નહિવત છે. આથી જ બારમું સ્થાન મોક્ષ સ્થાન ગણાય છે.


સમ અને વિષમ રાશિઓ


મેષ, મિથુન, સિંહ, તુલા, ધનુ, કુંભ એ એકી રાશિઓ વિષમ અથવા પુરુષ રાશિઓ તરીકે ઓળખાય છે. આ રાશિઓ ક્રૂર ગણાય છે.

વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર, મીન એ બેકી રાશિઓ સમ અથવા સ્ત્રી રાશિઓ તરીકે ઓળખાય છે. આ રાશિઓ સૌમ્ય ગણાય છે.


ચર, સ્થિર અને દ્વિસ્વભાવ રાશિઓ
















ચરરાશિઓ ૧, ૪, ૭, ૧૦
સ્થિર રાશિઓ ૨, ૫, ૮, ૧૧
દ્વિસ્વભાવ રાશિઓ ૩, ૬, ૯, ૧૨



ચર રાશિના ગુણધર્મો - ગતિશીલતા, પરિવર્તન, ફેરફાર અને નવીનતા પસંદ કરનાર

સ્થિર રાશિના ગુણધર્મો - સ્થિરતા, એકધારાપણું, વળગી રહેવું

દ્વિસ્વભાવ રાશિના ગુણધર્મો - કયારેક ગતિશીલતા તો ક્યારેક સ્થિરતા


રાશિઓ અને પંચતત્વ

સમગ્ર વિશ્વ પાંચ તત્વોથી બનેલું છે. ૧. અગ્નિ ૨. પૃથ્વી ૩. વાયુ ૪. જલ ૫. આકાશ. રાશિઓને પંચતત્વો પ્રમાણે નીચે મુજબ વર્ગીકૃત કરેલ છે.




















અગ્નિતત્વરાશિઓ ૧, ૫, ૯
પૃથ્વીતત્વરાશિઓ ૨, ૬, ૧૦
વાયુતત્વ રાશિઓ ૩, ૭, ૧૧
જલતત્વ રાશિઓ ૪, ૮, ૧૨



આકાશતત્વ સર્વવ્યાપી છે અને દરેક રાશિમાં રહેલ છે.

અગ્નિતત્વના ગુણધર્મો - ગુસ્સો, ઝડપ, આવેશ, આક્ર્મણશીલ, ઉગ્ર, દ્રઢનિશ્ચયી, સાહસિક, હિંમત

પૃથ્વીતત્વના ગુણધર્મો - ભૌતિકવાદી, સંતુલિત, સ્થિર, ધીરજ, વાસ્તવવાદી, તાર્કિક, એકધારાપણું

વાયુતત્વના ગુણધર્મો - બુધ્ધિશાળી અને ઝડપી ગ્રહણશક્તિ પરંતુ ચંચળ અને અસ્થિર મનોવૃતિ, આદર્શવાદી

જલતત્વના ગુણધર્મો - લાગણીશીલ, ભાવનાપ્રધાન, કલ્પનાશીલ, સર્જનાત્મક, દયાળુ


રાશિ - સમય બળ અને ઉદય

રાત્રિબલી : મેષ, વૃષભ, મિથુન, કર્ક,
ધનુ, મકર
- મિથુન સિવાયની રાશિઓ પૃષ્ઠોદય રાશિઓ છે.

દિવાબલી : સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક,
કુંભ, મીન
- મીન સિવાયની રાશિઓ શીર્ષોદય રાશિઓ છે.

મિથુન શીર્ષોદય અને મીન ઉભયોદય રાશિ છે.


રાશિ અને દિશા બળ




















પૂર્વ રાશિઓ ૧, ૫ , ૯
દક્ષિણરાશિઓ ૨, ૬, ૧૦
પશ્ચિમરાશિઓ ૩, ૭ , ૧૧
ઉત્તરરાશિઓ ૪, ૮, ૧૨




રાશિ અને સંજ્ઞા
















ધાતુરાશિઓ ૧, ૪, ૭, ૧૦
મૂળ રાશિઓ ૨, ૫, ૮, ૧૧
જીવરાશિઓ ૩, ૬, ૯, ૧૨



સોનાથી લઈને માટી સુધીની ધાતુ અને ખનીજોને "ધાતુ" કહે છે. ઝાડ-પાન, વનસ્પતિ, ઘાસ, તણખલાં, મૂળિયા, ધાન્યને "મૂળ" કહે છે. કીડીથી લઈને મનુષ્ય સુધીનાં જીંવતોને "જીવ" કહે છે.


રાશિ અને વર્ણ




















ક્ષત્રિયરાશિઓ ૧, ૫ , ૯
વૈશ્યરાશિઓ ૨, ૬, ૧૦
શૂદ્રરાશિઓ ૩, ૭ , ૧૧
બ્રાહ્મણરાશિઓ ૪, ૮, ૧૨



રાશિઓની આ વિશેષતાઓ ફળકથન માટેનો પાયો છે. આથી તેમને યાદ રાખીને સમજવી જરૂરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા