ગ્રહો અને વ્યવસાય


કુંડળીમાં દસમું સ્થાન એ કર્મસ્થાન છે. તે જાતકની નોકરી, વ્યવસાય કે આજીવિકાનો નિર્દેશ કરે છે. દરેક ગ્રહનાં પોતાના વિશિષ્ટ વ્યવસાય છે. જે નીચે મુજબ છે.

સૂર્ય: સત્તા, કારભાર સંભાળનાર, વહીવટ કરનાર, અમલ બજાવનાર, હુકમો કરનાર, નિર્ણય કરનાર અને નિર્ણયનો અમલ કરનાર, સરકારી નોકરી, સરકાર સંચાલિત કે સરકાર દ્વારા સ્થપાયેલા કોર્પોરેશનમાં હોદ્દો, રાજકારણી, ધારાસભામાં હોદ્દો, મંત્રી કે પ્રધાનપદ, જાહેર સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દો, સંચાલક, તબીબ, સોના- ચાંદીનો વ્યાપાર કરનાર ઝવેરી, જીવનને જરૂરી અન્ન કે ઘાસનો વ્યાપાર, ઊનનો વ્યવસાય.

ચન્દ્ર: સુશુશ્રા કરનાર, પરિચારિકા, દાયણ, સ્ત્રીઓના રોગોના તબીબ, સ્ત્રીઓના કલ્યાણને લગતા વ્યવસાય, પ્રજા સાથે સંપર્કમાં રહેનાર, બાળકોને લગતો વ્યવસાય, મુસાફરીઓ, નૌકાસૈન્ય, દરિયાને લગતો વ્યવસાય, દરિયામાંથી ઉત્પન થતી વસ્તુઓ છીપ, મોતી, નિમક, વહાણ, માછલીઓને લગતો વ્યવસાય, ખલાસી, વહાણવટુ કરનાર, રસોઈયો, ભોજનાલય, ખાદ્ય પદાર્થોનો વ્યવસાય, આયાત/નિકાસ, પાણી કે પ્રવાહીને લગતા વ્યવસાય, કૃષિ, પશુધન, જમીનની સિંચાઈ, પાણી પૂરવઠો, વસ્ત્રો.

મંગળ: અગ્નિ, ઉર્જા, ધાતુ, પહેલવૃત્તિ, સાહસી કાર્યો, શસ્ત્રો, બાંધકામ, સૈનિક, પોલીસ, લશ્કર, વાઢકાપ કરનાર તબીબ, એન્જીનીયર, યંત્રો બનાવનાર કે સમાં કરનાર, એન્જીન ડ્રાયવર, લુહારી કામ, લોખંડ કે વરાળથી ચાલતા યંત્રોના વ્યવસાય, વિદ્યુતને લગતો વ્યવસાય, દવાઓ વેચનાર, રિયલ એસ્ટેટ, અશુભ હોય તો ચોરી કે લૂંટફાટ કરનાર, અસામાજિક કાર્યો કરનાર, ક્રૂર અને ઘાતકી વ્યવસાય કરનાર, કસાઈ.

બુધ: બૌદ્ધિક વ્યવસાય, લેખન, અધ્યાપન, સાહિત્યકાર, કવિ, વક્તા, અનુવાદક, પત્રકાર, ઓડિટર, વ્યાપાર, ક્લાર્ક, હિસાબનીસ, પુસ્તકો પ્રકાશિત કરનાર, મુદ્રણયંત્રો ચલાવનાર, તંત્રી, જ્યોતિષી, શિક્ષણને લગતા વ્યવસાય, ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ધારાશાસ્ત્રી, પોસ્ટ ઓફિસમાં કામ કરનાર, તાર કે ટેલિફોન સાથે સંકળાયેલ વ્યવસાય, પરિવહન, પ્રવાસી, એજન્સી, ચીવટથી કેસ લડનાર વકીલ, રોગોનું નિદાન કરવામાં નિષ્ણાંત તબીબ, પુસ્તક વિક્રેતા.

ગુરુ: વિદ્વાન, નાણાકીય વહીવટ કરનાર, ટ્રેઝરી, શરાફ, બેન્કિગ, ઈન્કમ ટેક્ષ કે રેવન્યુ ડીપાર્ટમેન્ટ, પૂજારી, પંડિત, ધર્મગુરુ, રાજસત્તાધીશ, માર્ગદર્શક, સલાહ આપનાર, ન્યાયધીશ, માનવતાવાદી, ધર્મ, દાન, ન્યાય અને કાયદાને લગતા વ્યવસાય, રાજ્યમંત્રી, ધાર્મિક કે શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલ, અધ્યાપન.

શુક્ર: આનંદ-પ્રમોદ, વૈભવ, સુંદરતા, કળા, સંગીત, નૃત્ય, મનોરંજન કરનાર, રમતવીર, હોટેલ, વૈભવી વસ્તુઓનો વ્યાપાર, મોજશોખની વસ્તુઓનો વ્યાપાર, સ્ત્રીઓને લગતી વસ્તુઓનો વ્યાપાર, ફેશન ડીઝાઈન, રેશમ, કલાત્મક વસ્તુઓનો વ્યાપાર, શણગારના સાધનો, શૃંગાર, સુશોભન, ફૂલો, ઝવેરાત, સુંગધી પદાર્થો, સાજ-સજાવટની વસ્તુઓ, ચિત્રકળા, જરીકામ, કલાત્મક ફર્નિચરનો વ્યવસાય, નાચગાન, સંગીત, સિનેમા, નાટક, મહેફિલો, શરાબખાનાઓ, હલવાઈ, હાથી, ગાય કે ઘોડા જેવા મોટા કદના પશુઓને લગતો વ્યસાય, કાર ડીલર.

શનિ: વૃદ્ધો, મૃત્યુ, નોકરી, મજૂરી, મહેનતના કાર્યો, અનાજની ખેતી, મકાન લે-વેંચ, ખાણ, ખનીજ પદાર્થો, કોલસા, ક્રુડ ઓઈલ, રસાયણ, તેલ, બાંધકામની વસ્તુઓનો વ્યાપાર, લોખંડની વસ્તુઓ, જમીન, જમીનની અંદર પેદા થતી વસ્તુઓ કે જમીનને લગતી પ્રવૃત્તિ, ખાડાઓ અને કુવાઓ ખોદનાર, પથ્થરો કાપનાર, લાકડું કોતરનાર, પગરખાંઓ બનાવનાર, હમાલ, રસ્તો ઈત્યાદી વાળનાર કે સાફ કરનાર, માળી, સજા સબંધિત નોકરી, સાધુ,

રાહુ: વિચિત્ર કે ધૂની, સંશોધક, એન્જીનીયર, ફિઝીશિયન, દવાઓ/ડ્રગ્સ, સટ્ટો ખેલનાર, રેસ, વિમાન વ્યવહાર, વિદ્યુત, હાથ ચાલાકી, જાદુનો ખેલ કરનાર, ઈમીગ્રેશન, વિદેશી જમીન કે ભાષા, દાણચોરી, ફોટોગ્રાફી, ગૂઢ કે રહસ્યમય કાર્યો કરનાર.

કેતુ: ઝેર, આદર્શવાદ, બોધ થવો, ધર્મ, ગુપ્ત બાબતો, અધ્યાત્મ, અનોખો વ્યવસાય કરનાર.

ટિપ્પણીઓ

અજ્ઞાત એ કહ્યું…
I have Rahu in 10th Place.

I am already an engineer, I do lots of research and take lots of risk for my researches, I have already been to foreign country to study for 3 years and know 3 Foreign languages fluently !

You are right here.
Vinati Davda એ કહ્યું…
@Anonymous, Nice to know. Thanks for the comment.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા