સિંહ રાશિનાં મંગળનો બાર રાશિઓ પર પ્રભાવ

૨૬ મે, ૨૦૧૦ના રોજ મંગળે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છેલ્લાં લગભગ આઠ મહિનાથી પોતાની નીચ રાશિ કર્કમાં ભ્રમણ કરી રહ્યો હતો. સામાન્ય રીતે એક રાશિમાં આશરે ૪૫ દિવસ સુધી રહેનારો મંગળ વક્રી થવાને લીધે લાંબા સમય સુધી કર્ક રાશિમાં રહ્યો. પરંતુ હાલ હવે સિંહ રાશિમાં પ્રવેશેલો મંગળ આગામી ૨૦ જુલાઈ, ૨૦૧૦ સુધી સિંહ રાશિમાં ભ્રમણ કરશે. બારેય રાશિઓને સિંહ રાશિમાં મંગળનું ગોચર ભ્રમણ કેવું ફળ આપશે તે જોઈએ.

મેષ

મેષ રાશિને પંચમ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સંતાને બાબતે ચિંતા કરાવે. સંતાનો સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ટાળવું. નાણાકીય ખર્ચને કાબુમાં રાખવો. પેટની બિમારીઓથી સાવધ રહેવું. હરિફો અને શત્રુઓથી હેરાનગતિ સંભવી શકે.

વૃષભ

વૃષભ રાશિને ચતુર્થ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ માનસિક ચિંતાઓ કરાવે. ચિત અસ્થિર રહે તેમજ ભોજન અને ઉંઘ અનિયમિત બને. ઘરમાં અશાંતિ રહે અને પરિવારજનોનાં વિરોધનો સામનો કરવો પડે. જમીન-મિલ્કતને લગતાં નિર્ણયો સંભાળીને લેવાં.

મિથુન

મિથુન રાશિને તૃતીય સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સાહસ અને પરાક્રમની વૃધ્ધિ કરાવે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય. નાણાકીય ધનલાભ થાય. નવી તકોની પ્રાપ્તિ થાય. સ્વાસ્થ્યમાં સુધારો થાય.

કર્ક

કર્ક રાશિને દ્વિતીય સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ નેત્ર પીડા કરાવે. વાણી પર કાબુ રાખવો અને દલીલો કરવાથી દૂર રહેવું. ધનની હાનિ થાય. કૌટુંબિક અશાંતિનો અનુભવ થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સંભાળીને નિર્ણયો લેવાં.

સિંહ

સિંહ રાશિને લગ્નમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ માનસિક ઉશ્કેરાટ અને આવેગની અનુભૂતિ કરાવે. ક્રોધમાં વધારો થાય. રક્ત અને પિતને લગતી બિમારીઓનો સામનો કરવો પડે. વાહન સંભાળીને ચલાવવું. આગ અને તીક્ષ્ણ હથિયારોથી સાવધ રહેવું.

કન્યા

કન્યા રાશિને દ્વાદશ ભાવમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ ખર્ચાઓની વૃધ્ધિ કરાવે. આર્થિક હાનિ થાય. સ્વાસ્થ્યની ખાસ સંભાળ લેવી. નેત્ર પીડા તેમજ પગને લગતી બિમારીઓ સંભવી શકે. વિદેશયાત્રામાં સફળતા મળે.

તુલા

તુલા રાશિને એકાદશ ભાવમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ આર્થિક લાભ કરાવે. જમીન-મિલ્ક્તને લગતાં કાર્યોમાં સફળતા મળે. ભાઈ-બહેનોથી લાભ રહે. લોકપ્રિયતામાં વધારો થાય. સુખનો સમય રહે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિને દસમ ભાવમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ નોકરી-વ્યવસાય ક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા અપાવે. સત્તાની પ્રાપ્તિ થાય. ચિંતાઓમાંથી મુક્તિ મળે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય. સ્વાથ્યની સંભાળ લેવી અને ખાનપાન બાબતે સચેત રહેવું.

ધનુ

ધનુ રાશિને નવમ ભાવમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સ્વાસ્થ્ય બાબતે તકેદારી લેવાનું સૂચવે છે. શારીરિક નબળાઈનો અનુભવ થાય. વિદેશયાત્રા સંભવી શકે. અધાર્મિક કાર્યો કરવાથી દૂર રહેવું. ધન હાનિ થાય.

મકર

મકર રાશિને અષ્ટમ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ શારીરિક ભય પેદા કરે. સ્વાસ્થ્યની ખાસ સંભાળ લેવી. વાહન સાવધાનીથી ચલાવવું. નાણાકીય ખર્ચાઓ બાબતે સચેત રહેવું. પરિવારથી દૂર જવાનું થાય.

કુંભ

કુંભ રાશિને સપ્તમ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ લગ્નજીવનમાં અશાંતિ પેદા કરાવે. જીવનસાથીના ક્રોધમાં વધારો થાય અથવા જીવનસાથીની તબિયત ચિંતા કરાવે. નાણાકીય ખર્ચ બાબતે સાવધાન રહેવું.

મીન

મીન રાશિને ષષ્ઠ ભાવમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ શત્રુઓ અને હરિફો પર વિજયની પ્રાપ્તિ કરાવે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ધન લાભ થાય. સ્વાથ્યમાં સુધારો થાય. કોર્ટ-કચેરીનાં કાર્યોમાં સફળતા મળે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા