વૃશ્ચિક

વૃશ્ચિક રાશિ રાશિચક્રની અષ્ટમ રાશિ છે. તે સ્થિર અને જળતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી મંગળ છે. વૃશ્ચિક રાશિમાં વિશાખા નક્ષત્રનું છેલ્લુ ચરણ, અનુરાધા અને જ્યેષ્ઠા નક્ષત્રનો સમાવેશ થાય છે.

વૃશ્ચિક રાશિનું ચિહ્ન વીછીં છે. વૃશ્ચિક રાશિનાં જાતકો મધ્યમ કદ, મજબૂત બાંધો અને પહોળો ચહેરો ધરાવતાં હોય છે. વૃશ્ચિક રાશિનાં જાતકો કૃતનિશ્ચયી હોય છે. જીવનનાં માર્ગમાં આવતાં વિઘ્નોને દૂર કરી આગળ વધનારાં હોય છે. તેઓ કલ્પનાશીલ, બુધ્ધિશાળી અને લાગણીશીલ હોય છે. બળવાન અંતઃપ્રેરણા ધરાવતાં હોય છે. વાતો અને રહસ્યોની ગુપ્તતા જાળવનારાં હોય છે. વીંછીનો સ્વભાવ છે ડંખ મારવાનો. વૃશ્ચિક રાશિનાં જાતકો પણ ડંખીલો સ્વભાવ ધરાવનારાં હોય છે. તેઓ વૈરવૃતિ ધરાવનારાં અને પોતાની સાથે થયેલો અન્યાય કે ખરાબ વર્તન નહિ ભૂલનારાં હોય છે. સમય આવ્યે મોકો જોઈને બદલો લેનારાં હોય છે. વૃશ્ચિક રાશિ જળતત્વ ધરાવતી રાશિ છે. આથી વૃશ્ચિક જાતકો લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે. લાગણીશીલ હોવાથી પ્રેમ અને ઘૃણા બંનેની અભિવ્યક્તિમાં અતિરેક કરે છે. જ્યારે ઘૃણા કે શત્રુતા થાય ત્યારે અત્યંત શત્રુતાપૂર્ણ વ્યવહાર કરનારાં હોય છે. મિત્રતા અને શત્રુતા બંનેમાં અત્યંત ભાવનાપૂર્ણ વ્યવહાર કરે છે. શત્રુતા થાય ત્યારે અત્યંત વિરોધીવૃતિ ધરાવે છે. તેઓ કઠોર, કટુ અને કટાક્ષપૂર્ણ વાણી ઉચ્ચારનારાં હોય છે. બીજાઓની ટીકા કરવાનું અને પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરવાનું પસંદ કરે છે. તેમનું ગૃહસ્થજીવન ત્યારે જ સુખી હોય છે જ્યારે ઘરનાં બીજા સભ્યોએ તેમનું વર્ચસ્વ સ્વીકારી લીધું હોય. ઘણીવાર સ્વાર્થી અને કપટી મનોવૃતિ ધરાવે છે. ઈર્ષાળુ, ક્રોધી અને સાહસિક સ્વભાવ ધરાવે છે. વ્યસનો અને એક કરતાં વધુ વિજાતીય પાત્રો સાથે સંબંધ ધરાવનારાં હોય છે. વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમી રાશિ છે. અષ્ટમ રાશિ કે અષ્ટમ સ્થાન ગૂઢ બાબતોનો નિર્દેશ કરે છે. એક સારો વૃશ્ચિક જાતક ગૂઢ રહસ્યો અને આધ્યાત્મિક બાબતોમાં રસ ધરાવનારો હોય છે.

ટિપ્પણીઓ

Arvindbhai Shah એ કહ્યું…
વૃશ્ચિક રાશિ વાળા જાતક માટે જણાવેલ દરેક બાબતમાં તથ્ય છે. A very good article.
Vinati Davda એ કહ્યું…
@Arvindbhai Shah, આભાર!

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા